ક્રિકેટમાં, બેટ્સમેન અને બોલર કોઇપણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે સેલિબ્રેટ કરે છે. વિકેટ લીધા પછી, બોલરો ક્યારેક એગ્રેસિવ થઈ જાય છે તો ક્યારેક કોલ્ડ સેલિબ્રેશન કરે છે. પરંતુ હાલમાં સેલિબ્રેશનનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં U16 ટીમના ખેલાડીઓ વિકેટ લેતા પહેલા જ સેલિબ્રેશન કરવાનું શરૂ કરી દે છે.
આ વીડિયો હિમાચલ પ્રદેશના ઈન્ટર-ડિસ્ટ્રીકટ મેચનો છે. આ U16 મેચ ઉના અને બિલાસપુર વચ્ચે હતી. ઉનાની બેટિંગ દરમિયાન, 64મી ઓવરમાં વૈભવ શર્મા સ્ટ્રાઈક પર હતો. આ બેટ્સમેને બિલાસપુરના પ્રિન્સ સુરેન્દ્ર ઠાકુરને એક શોટ ફટકાર્યો અને બંને બેટ્સમેનો એક રન લેવા માટે દોડ્યા. આ પછી બેટ્સમેન બીજો રન ઈચ્છતો હતો પણ પછી તેણે જોયું કે બોલ ફિલ્ડરના હાથમાં હતો તેથી તે બીજા રન માટે દોડ્યો નહીં, જ્યારે સમીર પહેલાથી જ બીજા રન માટે દોડી ગયો હતો. સમીર બીજા છેડે પહોંચી ગયો હતો અને બોલ વિકેટકીપરના હાથમાં હતો.
ભાંગડા કરીને સેલિબ્રેશન કર્યું
વિકેટકીપરે બોલ હાથમાં લીધો અને પછી તેને ખ્યાલ આવ્યો કે હવે સમીર અહીં પાછો નહીં ફરી શકે. તેથી તેણે બોલ સ્ટમ્પ પર ન માર્યો, પરંતુ ભાંગડા કરવાનું શરૂ કર્યું. તેની સાથે, ત્યાં હાજર બધા ખેલાડીઓ ભાંગડા કરીને બેટ્સમેનને ચીડવવા લાગ્યા હતા. પછી વિકેટકીપરે બોલને સ્ટમ્પ પર મારીને વિકેટ લીધી. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, "સમજી શકાય છે કે આ નાના બાળકો છે, તેમને તેનો આનંદ માણવા દો, જો તેઓ વાસ્તવિક મેચ રમ્યા હોત તો બેટ્સમેન વિકેટકીપરના છેડા પર પાછો આવી ગયો હોત."
બીજા એક યુઝરે લખ્યું, "મેચ તો ચાલતો રહેશે પણ ડાન્સ ન બંધ થવો જોઈએ." એક યુઝરે લખ્યું, "આઉટ કરતા પહેલા બધા મજા લઈ રહ્યા છે." સોશિયલ મીડિયા પર લોકો બાળકોની આ માસૂમિયતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ઘટના 26 એપ્રિલની છે.