Home / Entertainment : Trailer of the third and final season of Squid Game released

VIDEO / અંતિમ દાવ રમવા તૈયાર છે ગિ-હુન! રિલીઝ થયું 'Squid Game' ની ત્રીજી અને છેલ્લી સિઝનનું ટ્રેલર

'સ્ક્વિડ ગેમ' (Squid Game) ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે સિઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે તેની ત્રીજી અને અંતિમ સિઝનનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, સાથે તેની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. તેના ટ્રેલરમાં જબરદસ્ત ફાઈટ સીન બતાવવામાં આવ્યા છે. ફેન્સ લાંબા સમયથી આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ત્રીજી સિઝન ટૂંક સમયમાં દર્શકોની સામે આવશે. ચાલો જાણીએ કે તમે તેને ક્યારે જોઈ શકશો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લી સિઝનનું ટ્રેલર રિલીઝ થયું

OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે રવિવારે 'સ્ક્વિડ ગેમ' (Squid Game) ની ત્રીજી અને અંતિમ સિઝનનું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ ટ્રેલરમાં પ્લેયર 456 એટલે કે સેઓંગ ગિ-હુન અને ફ્રન્ટ મેન વચ્ચેની લડાઈ જોવા મળે છે. આ સિઝનમાં, ગિ-હુન હજુ પણ તેના મિત્ર જંગ બેના મૃત્યુથી આઘાતમાં છે અને ગાર્ડસ સાથે લડતો જોવા મળે છે. ઉપરાંત, તે ગાર્ડસને વારંવાર પૂછે છે કે, "તમે મને કેમ ન માર્યો? તમે મને કેમ જીવતો રાખ્યો?" સિરીઝની છેલ્લી સિઝનમાં ગિ-હુન શું કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

આ દિવસે આવશે છેલ્લી સિઝન

'સ્ક્વિડ ગેમ' (Squid Game) ની ત્રીજી અને અંતિમ સિઝન 27 જૂનથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ વેબ સિરીઝનું નિર્માણ, લેખન અને દિગ્દર્શન હ્વાંગ ડોંગ-હ્યુક દ્વારા કરવામાં આવ્યું છે. આ સિઝનના કલાકારો વિશે વાત કરીએ તો, તેમાં ગિ-હુનના પાત્રમાં લી જંગ-જે સિવાય લી બ્યુંગ-હુન, યિમ સી-વાન, કાંગ હા-ન્યુલ, વાઇ હા-જુન, પાર્ક ગ્યુ-યંગ, પાર્ક સુંગ-હૂન, યાંગ ડોંગ-ગ્યુન, કાંગ એ-સિમ, જો યુરી, લી ડેવિડ અને રોહ જે-વોન વગેરેનો સમાવેશ થાય છે.

ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

'સ્ક્વિડ ગેમ' (Squid Game) ની ત્રીજી સિઝનનું ટ્રેલર અને રિલીઝ તારીખ આવતાની સાથે જ દર્શકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Related News

Icon