Home / World : Now Trump is eyeing steel imported from abroad, announces 50 percent tariff

હવે ટ્રમ્પની નજર વિદેશથી આયાત થતાં સ્ટીલ પર, 50 ટકા ટેરિફની કરી જાહેરાત

હવે ટ્રમ્પની નજર વિદેશથી આયાત થતાં સ્ટીલ પર, 50 ટકા ટેરિફની કરી જાહેરાત

Donald Trump Tarrif News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફોડતાં વિદેશમાંથી આયાત થતા સ્ટીલ ઉપર ટેરિફ બમણો કરવાની જાહેરાત કરી દીધી. હાલમાં સ્ટીલની આયાત પર ટેરિફ દર 25 ટકા છે જે હવે વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેમ ટેરિફ વધાર્યો? 
તેમણે કહ્યું કે આ ટેરિફનો હેતુ અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. પેન્સિલવેનિયામાં યુએસ સ્ટીલના મોન વેલી વર્ક્સ-ઇર્વિન પ્લાન્ટમાં સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ટેરિફ વધારો સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને સુરક્ષિત કરશે અને અમેરિકામાં ઉત્પાદનને મજબૂત બનાવશે.

અહેવાલ મુજબ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું, "અમે સ્ટીલ આયાત પર ટેરિફ 25% વધારવા જઈ રહ્યા છીએ. અમે અમેરિકામાં સ્ટીલ પર ટેરિફ 25% થી 50% સુધી લાવવા જઈ રહ્યા છીએ, જેથી અમારા દેશમાં સ્ટીલ ઉદ્યોગ વધુ સુરક્ષિત બનશે." ચીન પર કટાક્ષ કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય "શાંઘાઈના હલકી ગુણવત્તાવાળા સ્ટીલ" પર આધાર રાખવાને બદલે "પિટ્સબર્ગની તાકાત અને ગૌરવ" થી નિર્માણ કરવા પર આધારિત હોવું જોઈએ. 

સ્ટીલ ટેરિફમાં વધારો કરવાથી મુખ્ય ઉદ્યોગોને અસર થશે
જો પ્રસ્તાવિત ટેરિફ વધારો લાગુ કરવામાં આવશે તો તે સ્ટીલ પર ભારે નિર્ભર ઉદ્યોગોના ખર્ચમાં વધારો કરી શકે છે, જેમાં હાઉસિંગ, ઓટોમોટિવ અને બાંધકામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ દ્વારા મજબૂત વેપાર સંરક્ષણ માટે સતત હાકલ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. સરકારી ડેટા અનુસાર, 2018 માં સ્ટીલ પર પહેલી વાર ટેરિફ લાદવામાં આવ્યા ત્યારથી અમેરિકામાં સ્ટીલ ઉત્પાદનોના ભાવમાં લગભગ 16 ટકાનો વધારો થયો છે.

ટ્રમ્પનો જાપાન સાથેનો મોટો સોદો
ટ્રમ્પે જાપાન સાથે એક મોટા સોદાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે જાપાનની નિપ્પોન સ્ટીલ પ્રતિષ્ઠિત અમેરિકન સ્ટીલમેકરમાં રોકાણ કરશે. જોકે ટ્રમ્પે શરૂઆતમાં પિટ્સબર્ગ સ્થિત યુએસ સ્ટીલને ખરીદવા માટે જાપાની સ્ટીલમેકરની બોલીને રોકવાની શપથ લીધી હતી, પરંતુ તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું અને ગયા અઠવાડિયે નિપ્પોન દ્વારા 'આંશિક માલિકી' માટેના સમજૂતીની જાહેરાત કરી. ટ્ર
Related News

Icon