Stock Market Closing Bell: શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં ગઈકાલે 2227 પોઈન્ટનો કડાકો નોંધાયા બાદ આજે 1089.18 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ ફરી પાછી મહત્ત્વની 22500ની ટેકાની સપાટી પર બંધ આપવા સફળ રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં સુધારાના સથવારે સ્થાનિક શેરબજારમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

