
Sensex today: સોમવારે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 9 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 50 25,461ના સ્તરે બંધ થયો હતો. આ ઉપરાંત, એફએમસીજી સેક્ટરના શેરોમાં પણ વધારો જોવા મળ્યો હતો. સોમવારે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો. બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. આ ઉપરાંત, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગને કારણે ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે સવારે, સેન્સેક્સ 83,398 પર ખુલ્યો અને ૦.૦12 ટકાના વધારા સાથે 83,442 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 50 સોમવારે 25,450 પર ખુલ્યો અને દિવસના અંત સુધીમાં ૦.30 પોઈન્ટના વધારા સાથે 25,461 પર બંધ થયો.
નજીવા વધારા છતાં, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 માં ઘટાડો જોવા મળ્યો. એક તરફ, નિફ્ટી મિડકેપ 100માં 0.27 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે બીજી તરફ, નિફ્ટી સ્મોલકેપ 100માં 0.44 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ
નિફ્ટીના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો એમાં ટોચ પર હિન્દુસ્તાન યુનિલિવરનો શેર સૌથી વધુ વધ્યો હતો, જેમાં 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, નેસ્લે ઇન્ડિયામાં 1.23 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 1.12 ટકા, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.96 ટકા, આઇશર મોટર્સમાં 0.96 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આજે શેરબજારને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધારે સપોર્ટ મળ્યો હતો.
આ ઉપરાંત નિફટી ટોપ લૂઝર્સમાં સૌથી વધારે નુકસાન ભારત ઇલેક્ટ્રિકલ લિમિટેડને થયું હતું અને તેમાં 2.45 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, ટેક મહિન્દ્રા 1.9 ટકા, ઓએનજીસી 1.52 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ 1.29 ટકા, એટરનલ 1.1 ટકા ઘટ્યા.
સેક્ટરલ ઈન્ડેક્સની સ્થિતિ
શેરબજારો લગભગ સપાટ બંધ થવા છતાં કેટલાક સેક્ટરના ઇન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા હતાં. આમાં એફએમસીજી ક્ષેત્રે સૌથી વધુ નફો કર્યો, જેમાં 1.68 ટકાનો વધારો જોવા મળ્યો. આ પછી, નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમરમાં 0.43 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.41 ટકા, નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 0.22 ટકાનો વધારો જોવા મળ્યો.
સૌથી વધુ ઘટાડો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં જોવા મળ્યો હતો. જેમાં નફારૂપી વેચવાલીના કારણે 1.07 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ પછી, નિફ્ટી મીડિયા 1.03 ટકા, નિફ્ટી આઈટી 0.76 ટકા, નિફ્ટી મેટલ 0.61 ટકા, નિફ્ટી ઈન્ડિયા ટુરિઝમ 0.57 ટકા ઘટ્યા.
આજે ક્યા શેરોમાં એક્શન જોવા મળી
પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ્સ જાહેર થયા પછી, આજે એફએમસીજી કંપનીઓમાં વધારો જોવા મળ્યો અને ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયો. નિફ્ટીના 6 સૌથી ઝડપી શેરોની યાદીમાં ટોચના 4 નામોમાં એચયુએલ, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર અને આઇટીસીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈને કારણે, ઓએનજીસી અને ઓઆઇએલ ઇન્ડિયા જેવા શેર દબાણ હેઠળ આવ્યા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં 1-2%નો વધારો જોવા મળ્યો.
છેલ્લા 4 ક્વાર્ટરમાં સૌથી નીચો બિલિંગ ગ્રોથ નોંધાવ્યા પછી ઈન્ફો એજનો શેર 4% ઘટીને બંધ થયો. પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત અપડેટ છતાં જ્યુબિલન્ટ ફૂડનો શેર દબાણ હેઠળ હતો અને ડાબર ઇન્ડિયા નબળા અપડેટ પછી પણ શેર વધારા સાથે બંધ થયો. મિડકેપમાં સૌથી સૌથી વધુ તેજીવાળો શેર સ્ટોક ગોદરેજ કન્ઝ્યુમર હતો. ત્રિમાસિક અપડેટ પછી આ સ્ટોક 6%ના વધારા સાથે બંધ થયો.
આજે ડિફેન્સ શેરો દબાણ હેઠળ હતા. નિફ્ટી ઇન્ડેક્સમાં બીઇએલ સૌથી નરમાઇવાળો શેર હતો. પ્રીમિયમ આંકડા જાહેર થયા પછી આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો શેર દબાણ હેઠળ હતો અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સનો શેર દિવસના નીચા સ્તરથી ઉપર બંધ થયો. સત્રના છેલ્લા એક કલાક દરમિયાન પીબી ફિનટેકમાં મોટી રિકવરી જોવા મળી અને શેર દિવસની ટોચ પર બંધ થયો.
આજે ડ્રીમફોક્સના શેર પર પણ દબાણ હતું અને શેર 6% ઘટીને બંધ થયો. આજે જેપી પાવરમાં મોટી ખરીદી જોવા મળી અને શેર 19% ના મોટા વધારા સાથે બંધ થયો. બીએસઈમાં શરૂઆતમાં વધારો થયો હતો, પરંતુ તે ટકી શક્યો નહીં.