
અનૈતિક સંબંધના અંજામ હંમેશા કરુણ જ આવતાં હોય છે. ત્યારે પુરુષ-પુરૂષ વચ્ચેના સુવાળા સંબંધનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. નવસારીના ગણદેવી વિસ્તારમાં એક અનોખુ પ્રેમ પ્રકરણ સામે આવ્યો છે. બંધારા ફળિયામાં રહેતા 30 વર્ષીય વિશ્વનાથ ચોબલે નામના યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. કેટરિંગનું કામ કરતા વિશ્વનાથ છેલ્લા સાત વર્ષથી એક પુરુષ મિત્ર સાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા.
પુરુષ મિત્ર ઘર બહાર ન આવ્યો
છેલ્લા કેટલાક દિવસોથી મિત્રએ વિશ્વનાથ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. આ કારણે વિશ્વનાથ ડિપ્રેશનમાં આવી ગયા હતા. તેઓ પોતાના મિત્રને મળવા તેના ઘરે ગયા હતા. પરંતુ મિત્ર ઘરની બહાર ન આવતા વિશ્વનાથ ગુસ્સે થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે મોલધરા ગામના મંદિર પાસે જઈને 40 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી.
બન્ને વચ્ચે વાતચિત બંધ થઈ હતી
વિશ્વનાથની માતા અને અન્ય સંબંધીઓએ તેમને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે.વિશ્વનાથની ભાભી સુમિત્રાબેને જણાવ્યું કે તેમના દિયર અને તેમના મિત્ર વચ્ચે સાત વર્ષથી સંબંધ હતો. છેલ્લા કેટલાક સમયથી મિત્રએ વાતચીત બંધ કરતાં આ પગલું ભર્યું હતું. આ ઘટના અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.