
બનાસકાંઠાના પાલનપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
સ્યુસાઈડ નોટમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ
મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતક કોન્સ્ટેબલે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, 'અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે.'
મોડી રાત્રે ઘરમાં જ પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે ઘરમાં જ પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પોલીસના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.