ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની ત્રીજી મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 12મી જુલાઈએ આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 387ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડની ફિલ્ડિંગ સ્ટ્રેટેજી પર સવાલ ઉઠાવ્યા છે. કારણ કે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શોર્ટ બોલ સ્ટ્રેટેજી અપનાવીને સાત ફિલ્ડર્સને લેગ સાઈડ પર રાખ્યા. આમાંથી ચાર ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે ઊભા હતા.

