રાજ્યમાં કમૌસમી વરસાદ બાદ ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગમાં આવેલા હિલ સ્ટેશન સાપુતારામાં સૂર્યોદયનો નયનરમી નજારો જોવા મળ્યો હતો. ચારે તરફ વૃક્ષો અને લીલોતરીથી ઘેરાયેલા ડાંગમાં વરસાદ બાદ જાણે પ્રકૃતિમાં નવા રંગો ઉમેરાયા હોય તેમ લાગી રહ્યું છે.