
દક્ષિણના સુપરસ્ટારની યાદીમાં સામેલ રામ ચરણ આજે એટલે કે 27 માર્ચે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં, અભિનેતાએ પોતાના ફેન્સને એક ખાસ ગિફ્ટ પણ આપી છે. તેણે તેની આગામી ફિલ્મ RC16નો ફર્સ્ટ લુક ફેન્સ સાથે શેર કર્યો છે. આ સાથે, અભિનેતાએ ફિલ્મનું સત્તાવાર નામ પણ જાહેર કર્યું છે અને જે છે 'પેડ્ડી'. રામ ચરણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'પેડ્ડી' નો ફર્સ્ટ લુક શેર કર્યો છે.
આ પોસ્ટમાં, રામ ચરણ ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે. તેનો લુક જોઈને ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન બુચી બાબુ સના કરી રહ્યા છે.
અભિનેતાએ તસવીરો શેર કરી
રામ ચરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ 'પેડ્ડી' ની બે તસવીરો શેર કરી છે. જેમાં અભિનેતા ખૂબ જ ખૂંખાર લુકમાં દેખાઈ રહ્યો છે. આ લુકમાં, તેના અસ્તવ્યસ્ત વાળ, ગુસ્સાવાળી આંખો, દાઢી અને નોઝ રીંગ દેખાય છે. આ ઉપરાંત, આ પોસ્ટરોમાં રામ ચરણ સિગાર પીતો પણ જોવા મળે છે. એક ફોટામાં, અભિનેતા એક જૂનું ક્રિકેટ બેટ પકડીને ઉભો છે, જેમાં તે ગુસ્સમાં પણ જોવા મળે છે.
હવે આવી સ્થિતિમાં, રામ ચરણનો આ લુક જોઈને ફેન્સ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. લોકો તેની આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરેકમેન્ટ કરી, 'સૌથી મોટું કમબેક લોડ થઈ રહ્યું છે. જન્મદિવસની શુભકામનાઓ ચરણ અન્ના'. બીજા એક યુઝરે લખ્યું, 'સુપર લુક અન્ના'.