
Surat News: ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે એવામાં ફરીથી સુરતમાંથી મેડિકલના વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવી રહ્યો છે. સૂરત સિવિલ હોસ્પિટલમાં બોય્સ હોસ્ટેલમાં રેસીડેન્ડ 2 તબીબ વિદ્યાર્થી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. બોય્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, 26 વર્ષીય લોકેશ એ દેવાંગ નામના તબીબે આપઘાત કર્યો છે. રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યો હતો તેમજ તે રેસીડેન્ડ તબીબ હોવાનું સામે આવ્યું હતું. લોકેશ મૂળ બેગ્લોરનો રહેવાસી હતો અને સૂરત સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે આજે ફલાઈટ મારફેતે બેંગ્લોર જવાનો હતો. આપઘાતનું કારણ હજુપણ અકબંધ છે.