
Surat News: સુરતમાં મોડેલની કાર સળગાવવાને મામલે મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં મોંઘીદાટ કારને આગ ચાંપનાર તનિશ જૈન અને સચ્ચુની ધરપકડ કરવામાં આવી જેના બાદ મિતેશને પણ દબોચી લેવાયો છે.
મોડલ આંચલસિંહે મિતેશ જૈનની સાથે બોલચાલ બંધ કરતા આરોપીએ મર્સિડીઝ સળગાવડાવી હતી. શહેરના વેસુ વિસ્તારમાં રહેતી મોડલ આંચલસિંહની મર્સિડીઝ કારને આગ લગાવી હતી. પોલીસે મિતેશ જૈનના મિત્રો નિતેશ અને સચ્યુ રાયની ધરપકડ કરી હતી. આ બનાવ મામલે મોડલ આંચલસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા.
મિતેશ જૈન પોતાની સાથે સંબંધ રાખવા આંચલસિંહને ધાકધમકી આપતો હતો
મારી નહીં તો કોઈની નહીં તેમ કહી આંચલ પર એસિડ એટેક કરીને સળગાવી દેવાની ધમકી આપી હતી. આંચલસિંહ ક્યાં જઇને કોને મળે છે? સહિતની વિગત જાણવા માટે કારમાં જીપીએસ સિસ્ટમ ચીપકાવી હતી. આરોપીઓએ મોડલના સગા સંબંધીઓની કારને પણ નુકસાન પહોંચાડયું હતું.