
સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યાત્રીઓ અને તેમના સંબંધીઓ માટે ડ્રોપ અને પીકઅપ દરમિયાન પાર્કિંગ ચાર્જના મુદ્દે રોજે રોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. "માત્ર દસ મિનિટ"ની ફ્રી પીરિયડની નીતિ વાસ્તવમાં અમલમાં જ નથી, કારણ કે લાંબી લાઈનો અને પાર્કિંગ ટિકિટની માત્ર બે વિન્ડોને કારણે લોકોનો મૂલ્યવાન સમય દૂરજાય છે અને ફ્રીનો સમય વિતાઈ જતા અવળે 105 રૂપિયાનું ચાર્જ ભરવું પડે છે.
વિન્ડો બે, વાહન સૈંકડો
એરપોર્ટ પર માત્ર બે વિન્ડો પરથી પાર્કિંગની રસીદ અપાતી હોવાથી, લોકો લાંબી લાઈનમાં ઊભા રહેવામાં મજબૂર થાય છે. ઘણી વાર તો રસીદ માટે ઊભા ઊભા 5-7 મિનિટ વીતાઈ જાય છે, જેથી આખો 10 મિનિટનો ફ્રી સમય બસ લાઈનમાં જ જતી રહે છે. પરિણામે, લોકોએ વગર વાંધાના પાર્કિંગ ચાર્જ ચુકવવા પડે છે, જે 30થી લઈને 105 રૂપિયા સુધી હોય છે.
રોજ થાય છે ઝઘડા અને માથાકૂટ
આ નીતિને લઈ લોકોએ કંટાળીને ઠાલવેલા રોષના કારણે રોજે રોજ કોન્ટ્રાક્ટર અને વાહનચાલકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની ઘટનાઓ સર્જાય છે. કેટલીકવાર પોલીસ બોલાવવાનો પણ વારો આવે છે, છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ મૂલ્યવાન પગલું લેવામાં આવ્યું નથી.મહત્વનું છે કે દેશના મોટા ભાગના એરપોર્ટ પર પીકઅપ અને ડ્રોપ માટે ઓછામાં ઓછા 30 મિનિટ સુધી પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે છે. સુરતમાં માત્ર 10 મિનિટની મુક્તિ માત્ર “દેખાડવા” માટે છે, અને તે પણ અનેકવાર અમલમાં નથી રહેતી.
કોન્ટ્રાક્ટરની કમાણી બચાવવાનો ખેલ?
વિન્ડો ન વધારવાનું કારણ એ છે કે વધુ વિન્ડો હોવાથી લોકો ઝડપથી ટિકિટ લઇ શકે, અને મૂક્ત સમયમાં બહાર જઈ શકે – જે સીધી રીતે કોન્ટ્રાક્ટરની કમાણીમાં ઘટાડો લાવે. કહેવાય છે કે એરપોર્ટ ઓથોરિટી એ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો જ નથી.શહેરના યાત્રિકો અને પરિવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટો સાથે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને આ “લૂંટચંધા” વિરુદ્ધ રવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.