Home / Gujarat / Surat : Gross negligence of the municipality, trees were cut down

Surat News: પાલિકાની ઘોર બેદરકારી, ટ્રેમિંગના નામે વૃક્ષોનું આડેધડ કરાયું છેદન

Surat News: પાલિકાની ઘોર બેદરકારી, ટ્રેમિંગના નામે વૃક્ષોનું આડેધડ કરાયું છેદન

સુરત પાલિકા દ્વારા દર વર્ષે જૂન મહિનામાં વૃક્ષારોપણ કરે છે અને લાખો રુપિયા વૃક્ષારોપણ પાછળ ખર્ચે છે. પરંતુ કેટલાક લોકો પોતાની દુકાન કે મિલકત બહાર પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાંખે છે. આવી જ એક ફરિયાદ પાલિકાના રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં થઈ છે. જ્યાં દુકાનદારને લાભ કરાવવા માટે આખું વૃક્ષ થડમાંથી કાઢી નાખવામાં આવ્યું ફોટા સાથે ફરિયાદ કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃક્ષોનું આડેધડ છેદન 

સુરત પાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે શહેરમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરે છે. પરંતુ ત્યાર બાદ કાળજી લેતી ન હોવાથી કેટલાક તત્વો દ્વારા પાલિકાએ રોપેલા વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક વખત પાલિકાના કર્મચારીઓ પણ વિલનની ભૂમિકા આવીને હેવી ટ્રિમિંગ કરી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે. 

હેવી ટ્રેમિંગ

સુરતના એક માજી કોર્પોરેટરે રાંદેર ઝોનને ફરિયાદ કરી છે કે, અડાજણ રંગીલા સર્કલ મહાલક્ષ્મી મંદિર પાસે અસંખ્ય વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કરવામાં આવ્યું છે અને એક દુકાનદાર ને લાભ કરાવવા માટે આખું વૃક્ષ થડ માંથી કાપી નાખવામાં આવ્યું છે. આવી વિવાદી કામગીરી માટે પાલિકાના ગાર્ડન વિભાગના કર્મચારી- અધિકારીઓ જવાબદાર છે. આ ઉપરાંત એક દુકાન બહાર તો આખું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું છે. આવી રીતે વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડનારા કર્મચારીઓ અને દુકાનદાર સામે પગલાં ભરવા માંગણી થઈ છે.

Related News

Icon