
Surat news: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવવાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં આરોપીઓ પીડિતને વીડિયો કૉલ કરીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવે છે. આવી જ ઘટના સુરતમાં બની હતી. જેમાં સુરતના શિક્ષકને વોટસએપ પર વીડિયો કૉલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમબ્રાંચના ડીસીપી તરીકેની ઓળખ આપી હતી. શિક્ષકને આ આરોપીઓએ જણાવ્યું કે, તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 ATM કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું આવ્યું છે. તેમ ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી શિક્ષક પાસેથી રૂપિયા 20 લાખ ખંખેરી લીધા હતા. જેથી શિક્ષકે બાદમાં સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ કેસની ગંભીરતા જોતા સાયબર સેલે સાત આરોપીઓને જામનગરમાંથી ઝડપી લીધા હતા. આ રકમ પૈકી 10.34 લાખની રકમ 2 આ ટોળકીના સાગરિતોના ખાતામાં આવી ગઈ હતી. પોલીસના હાથે ઝડપાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલના વેપારી, કૉલેજનો વિદ્યાર્થી,ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે.