
Surat news: સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે રવિવાર કાળમુખો સાબિત થયો હતો. માર્ગ અકસ્માતમાં તંત્રને માથાનો દુખાવો બનતો હોય છે. આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિ પણ સતત વધતી જાય છે. રવિવારે સુરત જિલ્લામાં બે ગમખ્વાર અકસ્માત થયા હતા જેમાં બે લોકોનાં મોત થયા હતા.પહેલો અકસ્માત સચિન-હજીરા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાયવરનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક અકસ્માતમાં બારડોલી-કડોદ રોડ પર ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું.
મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લામાં ઘણા સમયથી સતત માર્ગ અકસ્માતોનો સીલસીલો યથાવત્ છે. અકસ્માતમાં જાનહાનિ પણ સતત વધી રહી છે. આજે રવિવારે 8 જૂને સુરત જિલ્લામાં બે મોટા અકસ્માત થયા હતા. આ માર્ગ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જેમાં સુરત જિલ્લાના સચિન-હજીરા રોડ પર આવેલી આભવા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક ટ્રકમાં રહેલા ડ્રાયવરનું મોત થયું હતું. જ્યારે બીજા એક અકસ્માતમાં બારડોલી-કડોદ રોડ પર ડમ્પરચાલકો બેફામ થયા હતા. જેમાં એક કાળમુખા ડમ્પરે બાઈકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે બાઈકચાલકનું મોત થયું હતું. આ ગમખ્વાર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ઘાતવા ગામના રહેવાસી સાજન રાઠોડ મિત્રને મળવા કડોદ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માતમાં તેનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતા બારડોલી પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ કરી હતી.