VIDEO: Surat સુરતમાં ભારે વરસાદ બાદ સમગ્ર શહેર રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેથી રસ્તે જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે તકલીફ વેઠવાની નોબત આવી છે. ડિંડોલીના સાઈ પોઈન્ટ પાસે આખા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તા પર રહેલા મોટા ખાડાઓને લીધે રસ્તા પરથી જતા-આવતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ખાડાઓને લીધે ફાયર બ્રિગેડની ગાડીને બાંધેલી એગલ તૂટી ગઈ અને બોટને રસ્તા પર રોકી દેવામાં આવી. જેથી આસપાસના લોકો અને વાહનચાલકોએ રસ્તો બનાવવાની માગ કરી છે.
સુરતમાં સતત બેથી ત્રણ દિવસ ભારે વરસાદ વરસ્યા બાદ ચારેબાજુ રસ્તા પર ખાડા પડી ગયા છે. તંત્ર થિંગડા મારી રહી છે પરંતુ એનાથી કાયમી ઉકેલ નથી દેખાઈ રહ્યો. કમરતોડ ખાડાઓને લીધે વાહનચાલકો અને રાહદારીઓને પણ તકલીફ વેઠવી પડી રહી છે. મનપા તંત્ર માત્ર થીંગડું મારીને સંતોષ માની રહી છે.