Home / Gujarat / Surat : Box cricket shed broken in the city

Suratમાં બોક્સ ક્રિકેટનો શેડ તૂટ્યો, અંદર રમી રહેલા યુવાનો માંડ માંડ બચ્યા

Suratમાં બોક્સ ક્રિકેટનો શેડ તૂટ્યો, અંદર રમી રહેલા યુવાનો માંડ માંડ બચ્યા

Surat News: સુરતના કતારગામ ડભોલી વિસ્તારોમાં આવેલા ધ ડોટબોલ ક્રિકેટ બોક્સ ખાતે કેટલાક યુવકો ક્રિકેટ રમવા ગયા હતા. આજે રવિવાર (29 જૂન) રજાનો દિવસ હોવાથી યુવાનો ક્રિકેટ રમવા માટે શહેરના ક્રિકેટ બોક્સમાં ગયા હતા. ત્યારે ક્રિકેટ બોક્સનો શેડ પવનના કારણે ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઈ હતી. ધ ડોટબોલ ક્રિકેટ બોક્સનો શેડ ધરાશાયી થવાથી ક્રિકેટ રમવા આવેલા યુવાનો માંડ-માંડ બચ્યા હતા અને અન્ય યુવાનોને બચાવવા માટે શેડ પકડીને ઊભા રહ્યા હતા. સમગ્ર ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સદનશીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો, માંડ માંડ બચ્યા યુવાનો

મળતી માહિતી મુજબ, આજે રવિવારે રજાની મજા માણવા માટે મોટી સંખ્યામાં યુવાનો કતારગામ ડભોલીમાં ધ ડોટબોલ ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા. જ્યારે બપોરના સમયે યુવાન રમી રહ્યા હતા, ત્યારે ભારે પવનના કારણે ક્રિકેટ બોક્સનો શેડ તૂટી પડ્યો હતો અને ક્રિકેટ રમતા યુવાનોમાં ભાગદોડી મચી હતી.

આ દુર્ઘટનામાં યુવાનોએ તૂટી પડેલા શેડને પકડી રાખ્યો હતો અને શેડ અંદર રહેલા યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાને પગલે કતારગામ ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જ્યારે શેડ મામલે ફાયર વિભાગની ટીમ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. યુવાનોએ પોતાના  સોશિયલ મીડિયામાં ઘટના અંગે સ્ટેટ્સ પણ મૂક્યા હતા.

Related News

Icon