
Surat News: સુરતમાં એસીપી બીએમ ચૌધરી કાસ્ટ સર્ટિફિકેટ વિવાદ મામલે સમાચાર સામે આવ્યા છે. જેમાં એસીપી બીએમ ચૌધરીને નોટિસ આપવામાં આવી છે. એસીપી બીએમ ચૌધરીને નોકરીમાંથી ડિસમિસ કરાયા છે. તેમજ નોટિસ આપી કાસ્ટ સર્ટિફિકેટને લઈ જવાબ માંગવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારમાં ખોટી રીતે STનું કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી અને બઢતી મેળવી હતી. બીએમ ચૌધરી તૈલી જ્ઞાતિના છે જે ઓબીસીમાં આવે છે. પરંતુ STનું સર્ટી બનાવી સરકારમાં રજૂ કર્યું હતું. આગામી દિવસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.