Surat News: એક તરફ ગુજરાત પોલીસે અસામાજીક તત્વો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે તો બીજી તરફ ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સો હજુપણ ખુલ્લેઆમ કાર્યરત છે. એવામાં રથયાત્રા અગાઉ સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેલ્ડિંગના દુકાનદારને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસની ખાસ કામગીરી થવા છતાં પણ આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ડર નથી અને ખુલ્લેઆમ મારામારી અને ધાકધમકીની ઘટનાઓ સામે આવી છે.