Surat Suicide News: સુરત સહિત રાજ્યભરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સારોલીમાં શુક્રવારે સવારે કોઈ કારણસર ટેન્શનમાં મોડેલિંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું. આપઘાતના સમાચાર સાંભળીને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. 19 વર્ષીય સુખપ્રિત લખવીન્દર સિંહ કૌર શુક્રવારે તેની બહેનપણીના ઘરના બેડરૂમમાં કોઈ કારણસર ટેનન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. તે મુળ મધ્યપ્રદેશના શિવપુરીની વતની હતી અને 4-5 દિવસ પહેલા સુરત આવીને બહેનપણી સાથે રહેતી હતી.

