Home / Gujarat / Surat : Cyber fraud network linked to Chinese gang exposed

Surat News: ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા

Surat News: ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા સાઇબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, ફેક કંપની બનાવી છેતરપિંડી કરનારા દબોચાયા

સુરત રેન્જ આઈજી અને સાઇબર ક્રાઈમ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ ચાઈનીઝ ગેંગ સાથે મળીને દેશભરમાં ઠગાઈ કરતું મોટું નેટવર્ક પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અગાઉ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક "DLF" નામની રીયલ એસ્ટેટ કંપની બનાવી વિવિધ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદી પૂર્ણ કરવાના ટાસ્ક આપતા હતા. લોકો સાથે કન્ફિડન્સ ગેઇન કરીને રોજના 1500થી 3000 કમાવાની લાલચ આપી તેમને ટાસ્કમાં ફસાવતા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રકમ ક્રિપ્ટો મારફતે ટ્રાન્સફર કરતાં

આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 14.80 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે. તેઓ આ રકમ ચાઈનીઝ ગેંગ સાથે મળીને ક્રિપ્ટો ચલણ મારફતે ટ્રાન્સફર કરતા હતા.આ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન – 14, ક્રેડિટ કાર્ડ – 47, ડેબિટ કાર્ડ – 6 અને બેંક ખાતા અને સીમકાર્ડ કીટો મળી આવી છે.

8 લોકોનું નેટવર્ક ઝડપાયું

પોલીસે વધુમાં ટાસ્ક ફ્રોડ માટે પોતાના અને અન્ય લોકોના ક્રેડિટ કાર્ડ આપનારા શખ્સો, બેંક ખાતા ભાડે આપનારા એજન્ટો, તેમજ ક્રિપ્ટો કરન્સી વેચાણ કરતી વ્યક્તિઓ સહિત કુલ 8 જણાનો નેટવર્ક ઝડપી પાડ્યો છે. પોલીસે  અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા લિંક કે સ્કીમમાં રોકાણ ન કરે અને કોઈ પણ જાતની ઑનલાઈન લાલચવાળી ઑફરો કે સ્કેમથી બચે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાઇબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. 

Related News

Icon