
Surendranagar News: સુરેન્દ્રનગરમાં અનેક બ્રિજ જર્જરિત અવસ્થમાં છે. પાટડી-જૈનાબાદ વચ્ચે આવેલો બ્રિજ ચોપડે બંધ છે પરંતુ વહાનચાલકો માટે ચાલુ છે. આ બ્રિજની કામગીરી માટે પણ તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. રાજસ્થાન મોરબી તરફ જતા ટ્રેલરો પણ આ ચોપડે બંધ દેખાડતા બ્રિજ પરથી પસાર થઈ રહયા છે. તંત્રએ ટેકા માટે બોર્ડ લગાવી દીધું કે આ બ્રિજ ભારે વહાનો માટે બંધ છે પણ અમલ નથી થતો.
મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં તંત્ર જાગે તે જરૂરી છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી જર્જરિત બ્રિજની મુલાકાત લેવા દોડી આવ્યા હતા. તેમના દ્વારા મોટી જાનહાનિ સર્જાઈ તે પહેલાં બ્રિજ બંધ કરવા માંગ કરાઈ હતી. આ બ્રિજ પરથી રોજ 7 હજાર વહાનો પસાર થાય છે.
વસ્તડી બ્રિજ 3 વર્ષથી તૂટ્યો છે, રિપેરીંગના નામે માત્ર આશ્વાસન - સ્થાનિકો
સુરેન્દ્રનગરનો વસ્તડી બ્રિજ 3 વર્ષથી તૂટ્યો છે છતાં રિપેરીંગના નામે માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. જર્જરિત બ્રિજ તૂટવાને કારણે 40 ગામોના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્ય કલેકટર અને તંત્રને રજુઆત કરી સ્થાનિક લોકો થાક્યા છે. હાલ ડાયવર્ઝનની પરિસ્થિતિ પણ ગંભીર છે. લોકો જીવના જોખમે ભોગાવો નદીમાંથી પસાર થઈ રહ્યા છે.