
Surendranagar News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા સુદામડા રોડ પર મામલતદારની ગાડીનો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, મામલતદારની ગાડી ડમ્પર પાછળ ધુસી જતા અકસ્માત સર્જાયો હતો. સુદામડા રોડ પર સાયલા પાસે ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા મામલતદાર ગાડીના ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્ફરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. સદનસીબે ડ્રાઇવર કે અન્ય કોઈ લોકોને ઈજા પહોંચી ન હતી અને મામલતદારની ગાડીના એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. ઘટનાની જાણ થતા સાયલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.