
Surendranagar News: ગુજરાતભરમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની વર્ધમાન નગર સોસાયટીમાં 100થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. પાલિકાની કામગીરીને લઈ સમસ્યા સર્જાઈ છે. ઘરોમાં તો પાણી ભરાયા પણ નજીકમાં આવેલ ઉપાશ્રયો પણ પાણીમાં ગરકાવ બન્યા છે. પ્રિ-મોન્સૂન કામગીરીના નામે રૂપિયા ક્યાં વપરાયા તે એક સળગતો સવાલ છે.
ઘરોમાં ઢીંચણસમા પાણી ભરાતા અધિકારીઓની કામગીરી સામે સ્થાનિક લોકોએ રોષ વ્યકત કર્યો હતો. સ્થાનિકો દ્વારા અધિકારીઓ AC ઓફિસ છોડી બહાર નીકળી શહેરની સમસ્યા જોવે તેવી માંગ ઉઠી છે. વરસાદના પગલે મહાનગરપાલિકાની પાણી નિકાલની સિસ્ટમ ફેઈલ ગઈ છે. સ્થાનિક લોકો રાત્રે સુઈ પણ નથી શકતા તેમજ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય અને અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.