
હવે ભારતમાં SUVની ઘણી માંગ વધી છે. એટલા માટે આજે બજારમાં માઇક્રોથી લઈને કોમ્પેક્ટ, મોટી અને પૂર્ણ કદની તમામ પ્રકારની SUV ઉપલબ્ધ છે. નાના SUV સેગમેન્ટમાં ટાટા પંચનું વર્ચસ્વ છે, પરંતુ હ્યુન્ડાઇ એક્સટર તેને મુશ્કેલ પડકાર આપે છે. હવે આ કારે વેચાણની દૃષ્ટિએ એક જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે.
હ્યુન્ડાઇ એક્સેન્ટના તાજેતરના વેચાણ ડેટા અનુસાર, એપ્રિલ 2025 સુધીમાં કંપનીએ તેના 1.5 લાખ યુનિટ વેચ્યા છે. આ કાર સ્થાનિક બજારમાં ખૂબ જ ઝડપથી વેચાઈ છે.
2 વર્ષથી ઓછા સમયમાં રેકોર્ડ બન્યો
હ્યુન્ડાઇ એક્સટરના 1.5 લાખ યુનિટ વેચવાનો આ રેકોર્ડ લોન્ચ થયાના માત્ર 21 મહિનામાં જ બન્યો છે. આ કાર ભારતીય બજારમાં 10 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. 30 એપ્રિલ 2025 સુધીમાં કુલ 1,54,127 યુનિટ વેચાયા છે
હ્યુન્ડાઇ એક્સટરે માત્ર 13 મહિનામાં એટલે કે ઓગસ્ટ 2024માં એક લાખ યુનિટ વેચવાનો રેકોર્ડ હાંસલ કર્યો હતો. જ્યારે લોન્ચ થયાના માત્ર 8 મહિના પછી તેના 50,000 યુનિટ વેચાયા હતા. દેશના નાના SUV બજારમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ટાટા પંચ અને હ્યુન્ડાઇ એક્સટર સીધા હરીફ છે. તેમાં કિયા સોનેટ, હ્યુન્ડાઇ વેન્યુ અને મહિન્દ્રા XUV300 છે.
હ્યુન્ડાઇ એક્સટરના ફીચર્સ અદ્દભૂત
હ્યુન્ડાઇ એક્સટર માત્ર વેચાણની દૃષ્ટિએ જ નહીં પણ ફીચર્સની દૃષ્ટિએ પણ એક શાનદાર કાર છે. આ કારમાં તમને H-આકારનો હેડલેમ્પ મળશે. આ ઉપરાંત આ કારમાં 8 ઇંચની ટચ સ્ક્રીન અને 60થી વધુ કનેક્ટેડ ફીચર્સ ઉપલબ્ધ છે. આ કાર 5 ટ્રીમમાં આવે છે અને તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ છે.
એક્સેટર 1.2 લીટર એન્જિન સાથે આવે છે. તે 82 એચપીનો પાવર જનરેટ કરે છે. તેની શરૂઆતની કિંમત 6 લાખ રૂપિયા છે. આ કાર 19.4 કિમી સુધીની માઈલેજ આપે છે. જ્યારે CNG સાથે આ કાર 27.10 કિમી સુધીની માઈલેજ આપે છે. હ્યુન્ડાઇ મૂળભૂત રીતે કોરિયન કંપની છે.