રાજકોટ નજીકના સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસનો એક વધુ વિવાદાસ્પદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્વામીએ સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીતા અંગે વિવાદિત નિવેદનો કર્યા હતા. વીડિયોમાં સ્વામી નિત્યસ્વરૂપદાસના નિવેદનથી નવો વિવાદ છંછેડાયો હતો.
અંતે વિવાદિત નિવેદન મુદ્દે નિત્યસ્વરૂપદાસે માફી માંગી
સ્વામી નિત્યસ્વરૂપદાસનો વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થતા સ્વામીએ પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો. અંતે નિત્યસ્વરૂપદાસે માફી માંગી હતી અને કહ્યું હતું કે, આપણે સૌ સનાતનની ધર્મને આગળ વધારીશું. આ જે વીડિયો જે છે તે બહુ જુનો છે અને કોઈએ વાયરલ કરેલ છે. સનાતન ધર્મને આગળ વધારવા માટેનો પણ આપણે પ્રયાસ કરશું. અમે ઘણા રામજી મંદિરોમાં અને ભોળાનાથના મંદિરમાં અમે ઘણી વસ્તુઓ અર્પણ કરી છે, ઘણા મંદિરો બનાવ્યા પણ છે.
શું હતો સમગ્ર મામલો?
નિત્યસ્વરૂપદાસે વીડિયોમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણના ભગવાન પાસે અબજો મેનેજરો છે. જેમની પાછળ લાખો-કરોડો દાસ છે, ત્યાર બાદ મુક્તો, મહાપુરુષ, પ્રધાન પુરુષ આવે છે. આ પછી શાખાઓ વધતી ગઈ અને વિરાટ પુરુષ ભગવાન બન્યા હતા. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપદાસજી નિવેદન પર ચારેય તરફથી ફિટકાર વરસી રહ્યો છે.
સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાયો
સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક વિવિધ સાધુના વિવાદિત નિવેદનોથી યેનકેન પ્રકારે નવા નવા વિવાદ સર્જાતા રહે છે, જેનાથી સનાતન ધર્મના અનુયાયીઓમાં રોષ ફેલાયો છે.