
સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. એવામાં હવે સ્વામિનારાયણના ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ દિવસ રામનવમીના દિવસે ઉજવવાને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેને પગલે, હિંમતનગરમાં આવેલા સનાતન ધર્મ મંદિર શ્રી ગોપાલ વૈષ્ણવ પીઠ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
સ્વામિનારાયણના ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ ચૈત્ર સુદ નવમી નથી
પીઠના સ્વામી ડો. ગૌરાંગ શરણ દેવાચાર્ય દ્વારા આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો તેમજ તેના પુરાવાઓને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેમાં તેમણે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સ્વામિનારાયણનો જન્મ ચૈત્ર સુદ નવમી નથી. સહજાનંદ સ્વામીનો જન્મ વર્ષ 1837ના મહા(માઘ) મહિનાની શુક્લ પક્ષ નવમીએ થયો હતો અને તેમનું મૃત્યુ 1886માં થયું હતું.
થોડાક સમયથી સ્વામિનારાયણના સાધુઓ અને સનાતન સંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણના સંતો સનાતન ધર્મના ભગવાનને લઇને આપત્તી જનક ટિપ્પણી કરે છે જેને પગલે ઠેર ઠેર લોકોમાં વિરોધ અને રોષની લાગણી જોવા મળી રહી છે.