ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય તથા તેમના સાધુઓ કોઈને કોઈ પ્રકારે વિવાદમાં સપડાયા કરે છે. સ્વામિનારાયણ સાધુઓના બફાટ વચ્ચે હવે મંદિર પણ વિવાદમાં સપડાયું છે. રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પરનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. રાજકોટમાં જાગાસ્વામી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં સપડાયું છે.

