Home / India : Dubai connection to Mumbai terror attack this man had full knowledge of the conspiracy

મુંબઇ આતંકી હુમલાનું દુબઇ કનેક્શન, આ શખ્સને હતી ષડયંત્રની પુરી જાણકારી

મુંબઇ આતંકી હુમલાનું દુબઇ કનેક્શન, આ શખ્સને હતી ષડયંત્રની પુરી જાણકારી

મુંબઇમાં આતંકી હુમલાને 17 વર્ષ વિતી ગયા બાદ મુખ્ય આરોપીમાંથી એક Tahawwur Ranaને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. NIAને Tahawwur Ranaની 18 દિવસની કસ્ટડી મળી છે.NIA તહવ્વુર રાણાની પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી અનુસાર Tahawwur Rana મુંબઇમાં હુમલા પહેલા દુબઇમાં એક શખ્સને મળ્યો હતો. રાણાએ તેને મુંબઇમાં આતંકી હુમલાનો પ્લાન જણાવ્યો હતો. NIAનું માનવું છે કે તહવ્વુર રાણાની પૂછપરછ બાદ મુંબઇ આતંકી હુમલાના દુબઇ કનેક્શનની પણ માહિતી સામે આવી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Tahawwur Rana દુબઇમાં કોને મળ્યો હતો?

મુંબઇ હુમલા પહેલા રેકી કરનારા ષડયંત્રકાર ડેવિડ કોલમેન હેડલીની મદદ કરનારા Tahawwur Rana પાકિસ્તાની મૂળનો કેનેડિયન બિઝનેસમેન છે. હવે NIA તપાસ કરશે કે Tahawwur Ranaએ દુબઇમાં કોની સાથે મુલાકાત કરી હતી. અમેરિકન એજન્સીઓ તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર દુબઇના શખ્સને હુમલાની પુરી જાણકારી હતી. તે એમ પણ જાણવા માંગે છે કે ક્યા કામમાં તેને લગાવવામાં આવ્યો હતો.

NIAના સુત્રો અનુસાર, હેડલી એટલે કે દાઉદ ગિલાનીએ Tahawwur Ranaને 2008માં ચેતવણી આપી હતી કે તે ભારતનો પ્રવાસ ના કરે. તે બાદ હેડલીએ તહવ્વુર રાણાને દુબઇમાં એક શખ્સ પાસે મુલાકાત કરાવી હતી જેને હુમલા વિશે પુરી જાણકારી હતી. NIA એમ પણ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે શખ્સ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ, પાકિસ્તાની સેનાની જાસુસી એજન્સી સાથે જોડાયેલો હતો?

NIAએ તે શખ્સની ઓળખ ગુપ્ત રાખી છે. રાણાએ અમેરિકામાં પૂછપરછ દરમિયાન તે શખ્સ વિશે જણાવ્યું હતું. હવે અમેરિકાના તે તમામ રિપોર્ટ ભારત પાસે છે. આ સિવાય રાણાના નામ પર મુંબઇમાં એક ઓફિસ હતી જેની લીજને 2008 બાદ રિન્યૂ કરવામાં આવી નહતી. મળતી માહિતી અનુસાર હેડલી તે ઓફિસનો ઉપયોગ મુંબઇમાં રેકી કરવા માટે કરતો હતો. લશ્કરએ હેડલીને ભારત મોકલવાનો પ્લાન 2005માં જ બનાવ્યો હતો, જેની જાણકારી તેને તહવ્વુર રાણાને પણ આપી હતી. હેડલીએ રાણાના બિઝનેસનો સહારો લઇને ષડયંત્રને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો.

અમદાવાદ સહિત અનેક શહેરોમાં Tahawwur Rana રોકાયો હતો

હેડલી અમેરિકાના પાસપોર્ટથી ભારત આવ્યો હતો. તે એલીટ બનીને સંવેદનશીલ જગ્યાઓના વીડિયો બનાવીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને મોકલતો હતો. 13થી 21 નવેમ્બર 2008 વચ્ચે Tahawwur Ranaને અનેક શહેરોમાં મોકલવામાં આવ્યો હતો. રાણા સાથે તેની પત્ની મરરાજ રાણા અખ્તર પણ હતી. તે અમદાવાદ, હાપુડ, આગ્રા, દિલ્હી, કોચ્ચી અને મુંબઇ ગયો હતો. NIA એમ પણ તપાસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું આતંકીઓએ અન્ય શહેરોને પણ ઉડાવવાનો પ્લાન બનાવ્યો હતો?

 

 

Related News

Icon