NIA દ્વારા 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે એટલે કે સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે NIA ટીમે કોર્ટ પાસેથી તહવ્વુર રાણાના 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. NIA એ 12 દિવસની કસ્ટડી માંગ કરતા કહ્યું કે, તહવ્વુર રાણા તપાસમાં સહયોગ કરી રહ્યો નથી.
જણાવી દઈએ કે કોર્ટે તહવ્વુર રાણાને 12 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આ દરમિયાન NIAની કાનૂની ટીમનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ દયામ કૃષ્ણન પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતા.
તહવ્વુર રાણાના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર
એવું કહેવામાં આવ્યું હતું કે સ્પેશિયલ જજ ચંદ્રજીત સિંહે અગાઉ NIAની અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. પરંતુ સાંજે સુનાવણી દરમિયાન તહવ્વુર રાણાને 12 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. હવે NIA ટીમ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ સુધી પૂછપરછ કરશે. એવું માનવામાં આવે છે કે રિમાન્ડ દરમિયાન રાણા કેટલાક મોટા રહસ્યો ખોલી શકે છે.