અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 22 તોલા સોનું પડાવી લીધું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભુવાએ મહિલાની બીમારી દૂર કરવાના નામે ઠગાઈ આચરવામા આવી. ભૂવાએ બીમારી દૂર કરવાનાં નામે મહિલા પાસેથી 22 તોલા સોનું પોટલીમાં મુકાવીને ઠગાઈ આચરી હતી. આ ભૂવો ફરિયાદી મહિલાને પોતની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ દબાણ કરતો હતો. આ ભૂવાએ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. જે બાદ મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં ભૂવા ચંદ્રકાંત પંચાલ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

