સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે 2025-26ના નાણાંકીય વર્ષમાં દેશભરમાંથી રૂ. 2.4 લાખ કરોડનું કાળું નાણું પકડી પાડવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ માટે તેમની દરોડો પાડતી વિન્ગને સૂચના આપી દીધી છે. તેમને જણાવવામાં આવ્યું છે કે રિપોર્ટ ન કરવામાં આવેલા બિઝનેસ કે પછી વાસ્તવિક કરતાં ઓછો બિઝનેસ દેખાડનારાઓને ઝડપી લેવા માટે સક્રિય થવાનો અને તે માટે ચોક્કસ સમય મર્યાદા સાથેનો વ્યૂહ નક્કી કરી દેવાની સૂચના પણ આપી દીધી છે. ટૂંકમાં કરચોરી કરનારાઓને ટેક્સ નેટમાં ખેંચી લાવવા માટે એડીચોટીનું જોર લગાવવાની સૂચના આપી દેવામાં આવી છે.

