Home / Gujarat / Surat : Accused Sohail Ansari, who made a video of a teacher bathing in Limbayat go viral, was arrested from Varanasi

Surat news: લિંબાયતમાં શિક્ષિકાનો ન્હાતો વીડિયો વાયરલ કરનાર આરોપી સોહેલ અંસારી વારાણસીથી ઝડપાયો

Surat news: લિંબાયતમાં શિક્ષિકાનો ન્હાતો વીડિયો વાયરલ કરનાર આરોપી સોહેલ અંસારી વારાણસીથી ઝડપાયો

Surat news: સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સમાજને કલંક લગાડે તેવી ઘટના બન્યા બાદ તંત્ર પણ આકરાં પાણીએ આવ્યું છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શિક્ષિકાનો બાથરૂમમાં ન્હાતો હોવાનો મોબાઈલમાં વીડિયો બનાવી આરોપીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આટલું ઓછું હોય તેમ આરોપી સોહેલ ફારુક અન્સારીએ આ વીડિયો શિક્ષિકાના પરિવારને પણ મોકલ્યો હતો. આરોપી સોહેલ ફારુક અન્સારીએ શિક્ષિકાને લગ્નના સપના બતાવી બિભત્સ વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી શિક્ષિકાના પરિવારે પોલીસ સ્ટેશનમાં આરોપી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સુરત પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી દબોચી લઈને સુરત લાવી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલા શિક્ષિકાને આરોપી સોહેલ ફારુક અન્સારી ઘણા સમયથી લગ્નના સપના બતાવતો હતો. તેમજ તેનો બિભત્સ વીડિયો બનાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષિકાનો ન્હાતો હોવાનો વીડિયો મોબાઈલમાં બનાવીને વિવિધ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આરોપી સોહેલ ફારુક અન્સારી આટલેથી ન અટકીને મોબાઈલમાં રહેલા શિક્ષિકાનો ન્હાતો હોવાનો વીડિયો શિક્ષિકાના પરિવારને પણ મોકલી આપ્યો હતો. જેથી શિક્ષિકાને સમાજમાં અને પરિવારમાં નીચાજોવા જેવું થયું હતું. જે અંગે શિક્ષિકાના પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં જઈ આરોપી સોહેલ ફારુક અન્સારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપી શોધવા ભારે જહેમત ઉઠાવી હતી. જે બાદ આરોપી સોહેલ ફારુક અન્સારી યુપીના વારાણસીમાંથી ઝડપાઈ જતા તેને લિંબાયત લાવી તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

Related News

Icon