
Adani: ઓડિશાના પુરી શહેરમાં યોજાનારી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ભક્તોની સેવા કરવા માટે અદાણી ગ્રુપે એક પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત, ગૃપ ગુરુવાર 26 જૂનથી 8 જુલાઈ સુધી 40 લાખથી વધુ લોકોને મફત ખોરાક અને પીવાના પાણીનું વિતરણ કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ અદાણી ગૃપે પ્રયાગરાજમાં કુંભ મેળા દરમિયાન ભક્તો માટે મોટા પાયે ભોજન કરાવવાનુ અને સેવાકાર્ય પણ કર્યું હતું. આ સેવા પ્રયાસ અદાણી ગૃપ, પુરી જિલ્લા વહીવટીતંત્ર, ઇસ્કોન અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચલાવવામાં આવી રહ્યો છે.
આમાં યાત્રાળુઓ અને અધિકારીઓ માટે મફત પૌષ્ટિક ખોરાક, ઠંડા પીણા, કોસ્ટ ગાર્ડ તરફથી સહાય, દરિયા કિનારાની સફાઈ, સ્વયંસેવકો માટે ટી-શર્ટ, મ્યુનિસિપલ કર્મચારીઓ માટે સલામતી જેકેટ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ પ્રકારના જેકેટ, રેઈનકોટ, ટોપી અને છત્રીનો પણ સમાવેશ થાય છે. આ વર્ષની શરૂઆતમાં, 45 દિવસના મહા કુંભ મેળા દરમિયાન, અદાણી ગૃપે ઇસ્કોન અને ગીતા પ્રેસ સાથે ભાગીદારી કરીને યાત્રાળુઓ માટે મોટા પાયે ખાદ્ય વિતરણ અને કલ્યાણ સેવાઓનું આયોજન કર્યું હતું.