Navsari news: નવસારી જિલ્લાના બિલીમોરા નજીક આવેલા આંતલિયા ગામમાં બેફામ જતા ટેમ્પોએ માસૂમ 10 વર્ષનાં બાળકનો જીવ લીધો છે. જે બાદ ટેમ્પોચાલકે ઘટનાસ્થળે ટેમ્પો મૂકી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ટેમ્પોચાલકે 10 વર્ષના પ્રણવ પાંડેની સાયકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી બાળક સાયકલ પરથી નીચે પછડાઈ જતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ આસપાસના લોકોએ તાબડતોબ 108ની મારફતે બિલીમોરા અને ત્યાંથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તે ટૂંકી સારવાર બાદ મોતને ભેટયો હતો. 10 વર્ષના દીકરાના મોતને પગલે પરિવારમાં કરુણ શોકનો માહોલ છવાયો છે. પોલીસે ટેમ્પો નંબર અને સીસીટીવીના આધારે ટેમ્પોચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

