
Tahawwur Rana: ભારત સરકારે આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા જલદી અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સૂત્રોએ માહિતી આપી છે કે, ભારતની વિવિધ સુરક્ષા એજન્સીઓની ટીમો અમેરિકા ગઈ છે અને ત્યાં તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં આતંકવાદી Tahawwur Hussain Rana મુદ્દે એક મોટી બેઠક પણ ચાલી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર છે.
2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં દોષિત ઠેરવાયેલા તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAW ની સંયુક્ત ટીમ તહવ્વુર સાથે ખાસ ફ્લાઇટમાં રવાના થઈ ગઈ છે. તેઓ મોડી રાત સુધીમાં અથવા તો આવતી કાલે બપોરે ભારત પહોંચવાની અપેક્ષા છે. NIA તહવ્વુર રાણાને આગામી થોડા અઠવાડિયા સુધી પોતાની કસ્ટડીમાં રાખશે.
અમેરિકાથી નિકળી ચૂક્યૂં છે વિમાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, માહિતી સામે આવી છે કે, આતંકવાદી Tahawwur Hussain Rana ને આવતીકાલે ગુરુવારે બપોર સુધીમાં ભારત લાવવામાં આવશે. Tahawwur Hussain Rana ને લઈને ઉડેલું વિમાન આવતી કાલે બપોર સુધીમાં દિલ્હી પહોંચી જશે. તહવ્વુર રાણાને એક ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યો છે. આ વિમાન અમેરિકાથી ઉડાન ભરીને ભારત આવવા રવાના થયું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રે વિશ્વના સૌથી ખરાબ ગુનેગારોમાંના એક તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. યુએસ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.
કોણ છે તહવ્વુર રાણા
તહવ્વુર હુસૈન રાણા મૂળ પાકિસ્તાની છે, જે હવે કેનેડિયન નાગરિક છે. આ પહેલા તે અમેરિકાના શિકાગોનો નાગરિક પણ રહી ચૂક્યો છે. તે 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી રહી ચૂક્યો છે. રાણા લગભગ 10 વર્ષથી પાકિસ્તાની સેનામાં ડોક્ટર તરીકે કામ કર્યા બાદ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તે ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો. રાણાએ માત્ર પાકિસ્તાની આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરવા ઉપરાંત આ સમગ્ર પ્લાનિંગ કરનારાઓનો એક ભાગ પણ હતો. આ આતંકવાદી હુમલામાં લગભગ ૧૭૯ લોકો માર્યા ગયા હતા.