વિશ્વપ્રસિદ્ધ ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની સર્વોચ્ચ ટેકનોલોજીથી યુક્ત Cybertruck હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે આ અદભૂત અને અનોખી Cybertruck દુબઈથી ઈમ્પોર્ટ કરીને પોતાને કાર શોખ પ્રત્યેની દીવાનગીને સાબિત કરી છે. Cybertruck ભારત માટે નવી છે અને તે હજુ સુધી ટેસ્લા દ્વારા અહીં ઓફિશિયલી લોન્ચ કરવામાં આવી નથી. છતાં લવજી બાદશાહે દુબઈ પાસિંગ સાથે આ કાર મંગાવી અને પહેલા મુંબઈ, ત્યારબાદ સુરત લાવી. જેમજેમ કાર રસ્તા પર દોડી રહી છે, લોકોનું ટોળું તેના ફોટા અને વિડિયો કેચ કરવા ઉમટી પડે છે.

