સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શુભમન ગિલે રોહિત શર્માનું સ્થાન લીધું છે, જેમણે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. 24 મે (શનિવાર)ના રોજ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમ અને નવા કેપ્ટનની જાહેરાત કરી. જ્યાં શુભમન ગિલ કેપ્ટન બન્યો છે, ત્યાં બીજી તરફ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમનો વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

