Home / Sports : Indian team scores 1000 runs for the first time in the history of Test

શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટના ઈતિહાસમાં પહેલીવાર પાર કર્યો 1000 રનનો આંકડો

શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટના ઈતિહાસમાં પહેલીવાર પાર કર્યો 1000 રનનો આંકડો

ઈંગ્લેન્ડ સામેની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય યુવા ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વ હેઠળની આ યુવા ટીમે લીડ્સ પછી એજબેસ્ટનમાં શાનદાર પ્રદર્શન કરીને તમામ ટીકાકારોના મોં બંધ કરી દીધા છે. ભારતે લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે પાંચ સદી ફટકારી હતી, જ્યારે એજબેસ્ટનમાં કેપ્ટન શુભમન ગિલે પહેલી ઈનિંગમાં બેવડી સદી અને બીજી ઈનિંગમાં એક સદી ફટકારી હતી. આ ઉપરાંત પાંચ અન્ય બેટ્સમેન દ્વારા અડધી સદી પણ ફટકારવામાં આવી હતી અને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એક જ મેચમાં 1000 રનનો આંકડો પાર કર્યો હતો. અગાઉ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2004માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 916 રન બનાવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટેસ્ટમાં 1000થી વધુ રન બનાવનારી ટીમો

ભારત પહેલા પાંચ ટીમો એક ટેસ્ટ મેચમાં 1000થી વધુ રન બનાવી શકી હતી. ભારત પાંચમી ટીમ બની ગઈ છે. ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે નોંધાયેલો છે. ઈંગ્લેન્ડે 1930માં વેસ્ટ ઈન્ડીઝ સામે 1121 રન બનાવ્યા હતા. જ્યારે, ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચમાં બે વાર 1000થી વધુ રન બનાવ્યા છે.

  • 1121 - ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડીઝ, કિંગ્સ્ટન (વર્ષ 1930)
  • 1078 - પાકિસ્તાન vs ભારત, ફૈસલાબાદ (વર્ષ 2006)
  • 1028 - ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, ધ ઓવલ (વર્ષ 1934)
  • 1014 - ભારત vs ઈંગ્લેન્ડ, એજબેસ્ટન (વર્ષ 2025)
  • 1013 - ઓસ્ટ્રેલિયા vs વેસ્ટ ઈન્ડીઝ, સિડની (વર્ષ 1969)
  • 1011 - સાઉથ આફ્રિકા vs ઈંગ્લેન્ડ, ડર્બન ( વર્ષ 1939)
Related News

Icon