Home / World : Woman lost voice permanently after the restaurant served spicy dish

થાઈ રેસ્ટોરન્ટે એટલી તીખી ડિશ પીરસી કે હંમેશા માટે બંધ થઈ ગયો અવાજ, મહિલાએ દાખલ કર્યો કેસ

થાઈ રેસ્ટોરન્ટે એટલી તીખી ડિશ પીરસી કે હંમેશા માટે બંધ થઈ ગયો અવાજ, મહિલાએ દાખલ કર્યો કેસ

થાઈલેન્ડના ફૂડની ગણતરી એશિયાના સૌથી તીખા ફૂડ તરીકે કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક ડોક્ટરે થાઈ રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલા ડોક્ટરનો દાવો છે કે, રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા તીખા અને મસાલેદાર ફૂડને કારણે તેના ગળાને કાયમી નુકસાન પહોચ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિપોર્ટ મુજબ, સેન જોસની ન્યૂરોલોજિસ્ટ ડોક્ટર હરજસલીન વાલિયા, કૂપ ડી થાઈ નામની એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ત્યાં તેને ડ્રેગન બોલ્સ નામની ડિશ પીરસવામાં આવી હતી. જેને ખાતાની સાથે જ જીભ, મોઢા, નાક અને ગળામાં અસહ્ય બળતરા થવા લાગી હતી. શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હતું અને આંખો તથા નાકમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. 

આ ડિશમાં નાખવામાં આવતા થાઈ ચિલીની ગણતરી સૌથી તીખા મરચામાં થાય છે. હરજસલીને દાવો કર્યો છે કે, રેસ્ટોરન્ટના ફૂડના કારણે તેમના અવાજને કાયમી નુકસાન થયું છે. તીખું લાગતાની સાથે જ તેણે રેસ્ટોરન્ટ પાસે દૂધ, આઈસક્રીમ, દહીં અથવા કોઈ ડેરી પ્રોડક્ટ  માંગી હતી. પરંતુ, સ્ટાફે તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. 

રેસ્ટોરન્ટે કોઈ મદદ ન કરતાં તેણે નારિયેળ પાણી પીધું હતું. પરંતુ, રાહત નહતી મળી. બીજી તરફ, રેસ્ટોરન્ટે કહ્યું કે, તેઓ ઘણા સમયથી મસાલેદાર ડિશ બનાવતા આવ્યા છે. તેમાં કોઈને તકલીફ પડી નથી.

Related News

Icon