Home / World : Elon Musk is going to form a new political party! The name of the party was also revealed.

America: Elon Musk એક નવો રાજકીય પક્ષ બનાવવા જઈ રહ્યા છે! પાર્ટીનું નામ પણ જણાવ્યું

America: Elon Musk એક નવો રાજકીય પક્ષ બનાવવા જઈ રહ્યા છે! પાર્ટીનું નામ પણ જણાવ્યું

Elon Musk vs Trump: અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા 6 8 મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને Elon Musk  હવે સામસામે આવી ગયા છે. બંને એકબીજાને ખતમ કરી નાંખવાની ધમકીઓ આપી રહ્યા છે. Elon Muskએ  કહ્યું છે કે હું ના હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત. એવામાં મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. એલોન મસ્કે X પર કહ્યું છે કે તેઓ 'ધ અમેરિકા પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ શરૂ કરશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મસ્કની જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિખવાદ બાદ એલોન મસ્કે ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોલ કરી લોકોને પૂછ્યું હતું કે શું સમય આવી ગયો છે કે અમેરિકામાં હવે ત્રીજા પક્ષની શરૂઆત થાય? જે બાદ આજે મસ્કે પોલના પરિણામ રજૂ કરતાં કહ્યુ છે, કે 'પ્રજાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. 80 ટકા લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂર છે.' બાદમાં એલોન મસ્કે અન્ય એક પોસ્ટમાં લખ્યું- The America Party. 

અમેરિકામાં સોશિયલ મીડિયાની મદદથી એલોન મસ્કની પહોંચ લોકો સુધી સતત વધી રહી છે. મસ્ક દ્વારા ત્રીજા પક્ષની જાહેરાત હજુ તો માત્ર વિચાર જ છે, પરંતુ લોકો માની રહ્યા છે કે આ અમેરિકાના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત છે. એવામાં જોવાનું એ રહે છે એ 'ધ અમેરિકા પાર્ટી' નામના પક્ષની સ્થાપના માટે મસ્ક બીજા શું પ્રયાસ કરે છે તથા આ જાહેરાત બાદ હવે ટ્રમ્પની પ્રતિક્રિયા શું રહેશે? 

બંનેએ એકબીજાને આપી ધમકીઓ 
નોંધનીય છે જે હજુ તો થોડા દિવસ 30મી મેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને Elon Musk  એકસાથે દેખાયા હતા. વ્હાઇટ હાઉસથી મસ્કની સત્તાવાર વિદાય પ્રસંગે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા. લોકોને કોઈ અંદાજો પણ નહોતો બંને એકબીજાથી આટલી નફરત કરતાં હશે. ઈલોન મસ્કે ટ્રમ્પના 'ધ વન બિગ બ્યુટીફુલ' બિલથી વિરોધ શરૂ કર્યો. બાદ ટેરિફની પણ ટીકા કરી. આટલું જ નહીં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખ પદેથી હટાવવાની માંગનું પણ સમર્થન કરી નાંખ્યું. સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે 'બિચારા એલોન મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, હું તેની સાથે કોઈ વાત નહીં કરું.' 

 

Related News

Icon