
Banaskantha News: બનાસકાંઠામાં વિભાજનને લઈને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદના રાહ ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં રાહને તાલુકા મથક બનાવવા તરફ ઇશારો કર્યો હતો.
નિવેદન આપતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે એટલે તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે. જે પ્રમાણે થરાદનું ડેવલોપમેન્ટ થવા લાગ્યું એના રસ્તા બન્યા હોસ્પિટલ બની અને બીજી બધી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરત પણ થઈ અને હવે જાહેરનામું પણ પડી જશે એટલે એની તૈયારી પ્લાનિંગ તો બધાએ ભેગા મળીને કરવું પડેને.
મળતી માહિતી પ્રમાણે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પીએમ સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગે રાહ પહોંચ્યા હતા.