અમદાવાદ શહેરમાં ચોરી, લૂંટ અને મારામારી જેવી ગુનાઇત ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે, ત્યારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર એક વિજ્ઞાનીના ઘરે પણ મોટી ચોરીનો બનાવ બન્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા વિજ્ઞાનીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા જ રૂ.19.55 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ઘરઘાટી મહિલાની ધરપકડ કરી લીધી છે.

