રેલવે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતીય રેલવે દ્વારા 1 જુલાઈ, 2025થી નવા ભાડા દર લાગુ કરવામાં આવશે. ભારતીય રેલવે તરફથી કરાયેલા આ ફેરફાર બાદ સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સાનું ભારણ વધશે. જોકે, રાહતની વાત એ છે કે, કેટલીક કેટેગરીમાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

