
કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. BJPના જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં 68થી વધુ દાવેદારોએ ટિકિટ મેળવવા માટે પોતાની દાવેદારી રજૂ કરી, જેનાથી કડી બેઠક પર ભાજપમાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
BJPમાંથી સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાએ કર્યું મૂલ્યાંકન
નિરીક્ષકો તરીકે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા અને ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈએ દાવેદારોના બાયોડેટા અને સેન્સનું મૂલ્યાંકન કર્યું હતું.
CONGRESSમાં 8 દાવેદારોએ દાવેદારી રજૂ કરી
CONGRESS માં કડી બેઠક માટે માત્ર 8 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો, જે ભાજપની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો આંકડો છે. કોંગ્રેસે કડી-છત્રાલ રોડ પર આવેલી હોટેલ પર્લ્સ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ગેનીબેન ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, રઘુ દેસાઈ અને કિરીટ પટેલે નિરીક્ષક તરીકે ભાગ લીધો. ભાજપમાં દાવેદારોની સંખ્યા વધવાથી ટિકિટની ફાળવણી કોને થશે તે મુદ્દે રાજકીય રસાકસી વધી ગઈ છે.