
સામાન્ય રીતે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા ફ્લોલેસ અને ગ્લોઈંગ રહે. આ માટે, કેટલાક લોકો બજારમાં ઉપલબ્ધ સૌથી મોંઘાપ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક તેની પણ કોઈ અસર નથી થતી. આવી સ્થિતિમાં તમે ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે ઘરેલું ઉપાય અજમાવી શકાય છે. આ માટે, તમે ટમેટાને પણ તમારા સ્કિન કેર રૂટીનનો ભાગ બનાવી શકો છો. તે તમારી ત્વચાને તો સાફ કરશે જ, પરંતુ પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સ જેવી સમસ્યાઓથી પણ રાહત આપવામાં મદદ કરશે. તો ચાલો આ લેખમાં જાણીએ કે તમે ટમેટાને તમારા સ્કિન કેર રૂટીનનો ભાગ કેવી રીતે બનાવી શકો છો.
ટમેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, K, C અને એન્ટી-ઓકિસડન્ટ હોય છે જે ત્વચાની કુદરતી ચમક જાળવી રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં તેને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા પણ ઓછી થાય છે.
ટમેટામાંથી બનાવો આ 5 ફેસ પેક
ટમેટા અને ચણાના લોટનો ફેસ પેક
ટમેટા અને ચણાના લોટનો ફેસ પેક બનાવવા માટે, એક બાઉલમાં ટમેટાનો પલ્પ કાઢો, પછી તેમાં દહીં અને ચણાનો લોટ ઉમેરીને ફેસ પેક બનાવો. હવે તેને ચહેરા પર 15-20 મિનિટ સુધી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને નરમ બનાવશે અને તમને તાત્કાલિક ચમક પણ આપશે.
ટમેટા અને હળદરનો ફેસ પેક
ટમેટા અને હળદર બંને ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. એક બાઉલમાં ટમેટાનો રસ કાઢો અને તેમાં થોડી હળદર અને ગુલાબજળ ઉમેરો. પછી આ ફેસ પેકને ચહેરા પર 10-15 મિનિટ માટે લગાવો. આ ફેસ પેકથી ત્વચા પર કુદરતી ચમક આવશે. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મો હોય છે જે તમારા ચહેરા પરથી ખીલની સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે.
ટમેટા અને કોફીનો ફેસ પેક
ટમેટા અને કોફીનો ફેસ પેક બનાવવા માટે, એક બાઉલમાં થોડું દહીં, ટમેટાનો રસ અને કોફી પાવડર મિક્સ કરો. પછી તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો. આ ફેસ પેક ઓઈલી ત્વચા વાળા લોકો માટે શ્રેષ્ઠ છે.
ટમેટા અને લીંબુનો ફેસ પેક
ટમેટા અને લીંબુ બંનેમાં વિટામિન સી વધુ માત્રામાં હોય છે. જેના કારણે તે ત્વચાને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. આ માટે, એક બાઉલમાં લીંબુનો રસને ટમેટના રસમાં મિક્સ કરો અને તેને ચહેરા પર 10-15 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ધોઈ લો. આનાથી તમારી ત્વચા ચમકદાર બનશે.
ટમેટા અને કાકડીનો ફેસ પેક
ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે, તમે ઉનાળાની ઋતુમાં ટમેટા અને કાકડીનો ઉપયોગ કરી શકો છો. આ માટે ટમેટા અને કાકડીનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આનાથી ટેનિંગ પણ ઓછું થાય છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.