સાબરકાંઠાની સાબર ડેરીમાં દૂધના ભાવફેર મામલે પશુપાલકો અને દૂધ ડેરી સંચાલકો વચ્ચે ઉગ્ર બબાલ મચી છે. પોલીસે પશુપાલકોના ટોળાને વિખરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. તો પશુપાલકોએ ડેરી ઉપર પથ્થર માર્યો કર્યો છે. હાલ પોલીસે સમગ્ર સંકુલ કબજે લઈને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો છે. પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું. પોલીસ દ્વારા 20થી વધુ ટીયરગેસનો મારો ચલાવાયો હતો.

