
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી રેડ એન્ડ વ્હાઈટ સ્કિલ એજ્યુકેશન શાખાએ એનએસડીસી ગુજરાતના હેડ રાકેશકુમાર તથા રેડ એન્ડ વ્હાઈટના ફાઉન્ડર અને સીઈઓ હિતેશકુમાર દેસાઈની વિશિષ્ટ ઉપસ્થિતિમાં એક વિશાળ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં એનએસડીસીજોબએક્સ પ્લેટફોર્મ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કરિયરના દ્વારા ખોલે છે. વિદ્યાર્થીઓને જીવંત અનુભવ જોવા મળ્યો હતો. 250થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પોતાની કુશળતાને નવી દૃષ્ટીથી વિકાસીત કરવાની પ્રેરણા મેળવી હતી. તાલીમ, સરકારી પ્રમાણપત્ર અને નોકરીના અવસરો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો અંગે વિશદ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમની સફળતાએ ખાસ કરીને 10મું અને 12મું ધોરણ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓમાં રેડ એન્ડ વ્હાઈટમાં પ્રવેશ લેવા અંગે વિશિષ્ટ ઉત્સાહ અને વિશ્વાસ ઉભો કર્યો છે.