
ગુજરાત સહિત દેશભરમાં ગરમી કહેર વર્તાવી રહી છે. ત્યારે સુરત શહેરમાં ગરમીના પ્રકોપથી બચવા માટે વાહન ચાલકોને રાહત આપવામાં આવી છે. ગરમીની આગાહીને ધ્યાને રાખીને આવતા એક અઠવાડિયા સુધી બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે.
લૂ થી બચવા લેવાયો નિર્ણય
ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુરત ટ્રાફિક શાખા દ્વારા હાલ હીટવેવન લઈને બપોરે વાહનચાલકોને રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકો આકરી લૂથી બચી શકે અને સ્વસ્થ રહે તે માટે આવતા એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે.
શહેરના કુલ 213 જંક્શન બપોરના સમયે બંધ
શહેરના કુલ 213 જંક્શન બપોરના સમયે બંધ રાખવામાં આવશે. જેથી વાહનચાલકો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે અને આકરી ગરમીમાં સ્વસ્થ રહી શકે.